ગાંધીનગર

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિવાદિત નિવેદન કરાયું હતું. જે અંગે ગુજરાતના ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ દ્વારા નાયબ મુખ્યમંત્રીને કાનૂની નોટિસ મોકલીને તેમને ખેડૂતોની બિન શરતી માફી માંગવા માટે કહ્યું હતું. જાે કે આ નોટિસને દોઢ મહિનાનો સમય થઇ ગયો છે . ખેડૂત નેતા ભેમાભાઈ ચૌધરી દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ નાયબ મુખ્યમંત્રી સામે બદનક્ષીના મુદ્દે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખેડૂત આંદોલનને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં વિવાદિત નિવેદન કરાયું હતું. જેમાં કથિત રીતે નાયબ મુખ્યમંત્રીએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતોને ‘રાષ્ટ્ર વિરોધી’ ગણાવ્યા હતા.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કથિત અપમાનજનક નિવેદન અંગે ડિસા તાલુકાના ખેડૂત નેતા ભેમાભાઈ ચૌધરી કે જે આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ છે, તેમને વાંધો ઉઠાાવ્યોે હતો.