અમદાવાદ,

શહેરની કંપની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ હાલમાં વેક્સીન તૈયાર કરી રહી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયા દ્વારા વેક્સીનના ફેઝ-1 અને ફેઝ-2ના હ્યૂમન ટ્રાયલની મંજૂરી આપી દીધી છે.

મળતી માહિતી મુજબ ક્લીનિકલ ટ્રાયલને પુરુ કરવામાં અંદાજે 3 મહીનાનો સમય લાગી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ વેક્સીનની પશુઓ પર કરવામાં આવેલી ટ્રાયલ સફળ રહી છે. જેના આધાર પર કંપનીને આગળના ફેઝમાં કામ કરવાની મંજૂરી મળી છે. 

જેમાં કંપની જલ્દી જ હ્યુમન પર વેક્સીનની ટ્રાયલ માટે ઇનરોલમેંટ પ્રક્રિયા શરૂ કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને પુરા કરવા માટે અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. કોરોનાને લઇને દેશમાં કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સરકારે ઝડપથી ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી. આ અગાઉ ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પહેલી Covid-19 વેક્સીન - Covaxin tm માનવ ક્લીનિકલ પરીક્ષણ પહેલા અને બીજા તબક્કા માટે DGCI( Drug Controller General of India) ની મંજૂરી મળી હતી. આ પરીક્ષણ જુલાઇ 2020માં શરુ કરવામાં આવશે.