રાજકોટ, ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતાં શ્રમિક પરિવાર ટ્રેક્ટરમાં બેસી મજુરી કામે જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે એક મહિલા અને સાડા ચાર માસની માસૂમ બાળા નીચે પટકાતા તેના પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે મહિલાને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. મોવિયા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના રેનાબેન પ્રેમસિંગ ગરવાલ તેની સાડા ચાર માસની પુત્રી શારદા અને કૌટુંબિક કાકી કાલીબાઈ સેનસિંગ ગરવાલ સહિતના પપ્પુભાઈ ભુરીયાના ટ્રેક્ટર ય્ત્ન૦૩સ્મ્ ૯૭૮૦ માં બેસી મજૂરીકામ માટે જઈ રહ્યા હતા ત્યારે પપ્પુભાઈ એ બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતાં કાલીબાઈ અને સાડા ચાર માસની શારદા રોડ પર પટકાતા અને તેના પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી જ્યારે કાલીબાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ આઈપીસીની કલમ ૨૭૯ ૩૩૭ ૩૦૪ કલમ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ ગુનો નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી