વાઘોડિયા,તા.૨૦

વાઘોડિયા ટાઉનમાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં ઉન્નતી વિદ્યાલય નામે ખાનગી શાળા આવેલી છે. આ શાળામા છેલ્લા આશરે બારેક વર્ષથી જયદિપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ( ઊ.વ.૪૪) રહે. લિમડાગામ ખડકી ફળીયુ, તા.વાઘોડિયા,જી. વડોદરા) શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.આજે નિત્યક્રમ પ્રમાણે શિક્ષકે વિધ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોવાથી નિયત સમયે શાળાએ આવ્યા બાદ વિઘ્યાર્થીઓને પરિક્ષા શરુ થતા ઊન્નતી વિઘ્યાલયમા આવેલ ત્રીજા માળે ઘો. ૯ના વર્ગમા વિધ્યાર્થીઓને પ્રશ્નપેપર અને ઊત્તરવાહિ વહેંચ્યા બાદ આશરે સાડાનવ વાગ્યાની આસપાસ અચાનક તેવોની તબીયત લથડી હતી, તેવોને ચક્કર આવતા તેવો થરથર કાંપવા માંડ્યા હતા.જેથી ટેબલપાસેની ખુરશી પકડી તેવો અર્ઘબેસુઘ્ઘ અવસ્થામા બેસી પડ્યા હતાં.આજાેઈ વિધ્યાર્થીઓ ગભરાઈ શિક્ષકપાસે જઈ શુ થયુ તેમ પુછતાં. . તેવોએ ચક્કર આવેછે. આંખે કાંઈ દેખાતુ નથી. . અને સ્પષ્ટ સંભડાતુ નથી. . તેવુ કહેતા વર્ગખંડમા પરીક્ષા આપતા બાળકો બાજુના પરીક્ષાખંડમા દોડીજઈ શિક્ષીકા સોનલબેનને વિગત કહિ સંભળાવી હતી. જેથી શિક્ષીકાએ શિક્ષકને શુ થયુ છે. તેમ પુછતા શિક્ષક બોલી શક્યા ન હતા.વળી અન્ય પુરૂષ શિક્ષક નહિ હોવાથી વિધ્યાર્થીઓએ જાતેજ શિક્ષકને ઊપાડી દાદર વાટે નીચે લાવ્યા હતા.શાળા સંચાલકે તાત્કાલીક ખાનગી વાહન મારફતે પારુલ સેવાશ્રમ હોસ્પીટલમા સારવાર અર્થે લઈ ગયા હતાં, પરંતુ હાજર તબીબોએ શિક્ષકને તપાસતા તેવોને મૃત ઘોષીત કર્યા હતાં.અચાનક સ્વસ્થ શિક્ષક મોતને ભેટતા તેવોના મોતના સમાચાર સાંભળી શાળા સંચાલકો અને વિઘ્યાર્થીઓ ઘ્રુસકે ઘ્રુસકે રડી પડ્યા હતા.ઊન્નતી વિઘ્યાલયમા આભ્યાસ કરીચુકેલા અને કરતા વિઘ્યાર્થીઓના માનીતા બનેલા શિક્ષકે અચાનક આ દુનીયાથી વિદાય લેતા વાઘોડિયા ટાઊન અને તેમના લિમડા ગામે શોકનુ મોજુ ફરી વડ્યુ હતુ.પરિવાર અને મિત્રો હોસ્પીટલ દોડી આવ્યા હતાં.ઘટનાઅંગે હોસ્પીટલે વાઘોડિયા પોલીસને જાણ કરતા શિક્ષકના પોસમોર્ટમ માટે જરોદ રેફરલ ખાતે લવાયા હતા.મડતી માહિતી મુજબ શિક્ષકને હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યુ હોય તેવુ તારણ લોકો લગાવી રહ્યા છે.લિમડાખાતે રહેતા શિક્ષકની પત્ની ગામમાંજ આવેલી આંગણવાડીમા ફરજ બજાવે છે.તેમને સંતાનમા માત્ર એક દસથી બાર વર્ષનો પુત્ર છે.શિક્ષકના અચાનક મોતથી પરિવાર નોંઘારો બનતા પુત્રએ પિતાની છાયાં ગુમાવી છે.વાઘોડિયા પોલીસે શિક્ષકના મોત અંગે જાણવાજાેગ ફરીઆદ દાખલ કરી પરિવારને લાસનો કબ્જાે સોંપ્યો હતો