હાલોલ, યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ખુદપીર દરગાહ નજીક થી પસાર થતાં હાઈવે પર ગત ગુરૂવારે મોડી સાંજે રસ્તો ઓળંગતા દીપડાને કોઈક અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા દીપડો ઈજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાયો હતો. જે અંગેની જાણ વન વિભાગને થતાં, તેઓ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરતા દીપડાને ગંભીર ઈજાઓ થયેલ હતીને તે જીવિત હતો, જેથી તેને સારવાર અર્થે જાંબુઘોડા વન વિભાગ ખાતે લઈ જતાં રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. વન વિભાગ દ્વારા પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરી દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. 

હાલોલ તાલુકાના પાવાગઢ, શિવરાજપુર થી જાબુઘોડા સુધીનો વિસ્તાર ડુંગરાળ ને ઘીચ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જાંબુઘોડા ના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણી અભયારણ પણ આવેલું છે, તેમજ વિસ્તારમાં અગાઉ અનેક વખત દીપડા જેવા જંગલી જનાવરો ખોરાક પાણી ની શોધમાં માનવ વસાહતમાં ગુસી આવતા હતા. ત્યારે ગત ગુરૂવારના રોજ સાંજના સમયે પાવાગઢની તળેટીમાં આવેલ ખુદપીર દરગાહ નજીક આવેલ હાઈવે રોડ પર એક અજાણ્યા વાહનચાલકે જંગલમાંથી રસ્તો ઓળંગતા દીપડાને અડફેટે લીધો હતો, જેને પગલે દીપડો ભારે ઈજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો. જે અંગેની જાણ વન વિભાગને થતાં, તેઓનો સ્ટાફે ઘટના સ્થળે પહોંચી દીપડાની તપાસ હાથ ધરતા તેને ગંભીર ઈજાઓ થયેલ હતી ને લોહી પણ ખુબ નિકળી ગયું હતું, પરંતુ તે જીવિત હોવાથી તેને તાત્કાલીક સારવાર અર્થે જાંબુઘોડા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. વન વિભાગ દ્વારા પંચનામું કરી બધી કાર્યવાહી પુરી કરી દીપડાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.