સુરત-

રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કોરોના વોરિયર બનીને લોકોની સેવા કરી રહેલા ડોક્ટરો, નર્સ અને પોલીસકર્મિઓ પણ આ સંક્રમણના શિકાર બન્યા છે. હવે શહેરની નવી સિવિલ હોસ્પિટલના એક સીનિયર નર્સનું કોરોના વાયરસને લીધે નિધન થયું છે. 57 વર્ષીય અસ્મિકાબેન પટેલ મોતને ભેટ્યા છે. તેઓ નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા હતા.

થોડા દિવસ પહેલા તેમને શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવો થતો હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા હેડ નર્સનું કોરોનાથી મોત થયું છે. તેઓની સારવાર છેલ્લાં 12 દિવસથી ચાલી રહી હતી. સારવાર દરમિયાન હેડ નર્સ રશ્મિતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 12 દિવસથી સારવાર ચાલી રહી હતી. જ્યારે આજે કોરોનાના કારણે મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.