અમદાવાદ-

હાલમાં કોરોના વાયરસ ને કારણે દેશભરમાં અને રાજ્યોમાં તેની પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જાહેર જનતાને મોઢે ફરજીયાત પણે માસ્ક પહેરવાની, સોશિયલ ડીસ્ટેન્સીગ નું પાલન કરવાનું અને જાહેરમાં ભીડ એકઠી નહિ કરવાની સુચના આપવામાં આવી છે, જેના લીધે કોરોનાનું સંક્રમણ વધે નહિ તેનું ખાસ ખ્યાલ રાખવામાં આવશે. હાલમાં કોરોનાના કેસોમાં એકદમ વધારો નોંધાતા સરકાર દ્વારા તેના પર કાબુ મેળવવા માટે રાત્રી કર્ફ્યું અમલમાં મુક્યો હતો, અત્યારે રાજ્યના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું અમલમાં છે, તેને સરકાર દ્વારા 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યું ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે જ્યાં સુધી નવું જાહેરનામું બહાર નાં પડે ત્યાં સુધી રાત્રી કર્ફ્યું ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદના ટ્રાફિક ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે રાત્રી કરફ્યુનો પોલીસ દ્વારા કડક અમલ કરાવવામાં આવશે અને રાત્રી કર્ફ્યું દરમ્યાન જો કોઈ પણ કર્ફ્યુના નિયમને તોડીને બહાર ફરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે લોકોએ ઉજવણી કે બીજી કોઈ પણ પાર્ટી કરવી હોય તો તે લોકોએ રાત્રીના 9 વાગ્યા પહેલા ઉજવણી કરી લેવી પડશે, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજ્યના ચાર મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 7 ડીસેમ્બર બાદ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુમાં વધારો કર્યો હતો, સાથે સાથે કહેવામાં આવ્યું છે કે શહેરમાં શનિવાર અને રવિવારના દિવસે લોકોની ભીડ શહેરના બજારોમાં ઉમડતી હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાના કારણે સરકાર અને તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યું લાદવામાં આવ્યો હતો.