અમદાવાદ-

ભારત દેશને સોનાની ચીડીયા કહેવામાં આવે છે. હવે આવા દેશમાં જ્યાં ધરતીને પૂજવામાં આવે છે ત્યાં માટી દિવસની ઉજવણી ન થાય તો જ નવાઈ. આજના દિવસને વિશ્વભરમાં માટી દિવસ તારિક ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં અમેરિકાની મહાસભાની ૬૮મી સામાન્ય સભાની બેઠકમાં ૫ ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ લેવામાં અવ્યો હતો. માટી દિવસને ઉજવવા માટેનું મુખ્ય કારણ માટીનું મુલ્ય સમાવવાનું હતું. આ દિવસે માટીને જીવિત રાખવાના, માટીમાં પોષકતત્વો વધારવા માટે જાગુર્તતા કાર્યક્રમ યોજવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં આંતરાષ્ટ્રિય માટી વિજ્ઞાન સંઘે ૫ ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. 

સૌથી પહેલા આ વિશેષ દિવસને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવતો હતો. વિશ્વના અનેક સ્થળોએ સમયાંતરે માટી વેરાન અને વાંજણી બનતી જાય છે. જેનું મુખ્ય કારણ છે વધુ કપડા રસાયણો અને કીટનાશક દવાઓનો અતિ ઉપયોગ. ખેડૂતો અને સામાન્ય લોકોને માટીની રક્ષા માટે જાગૃતતા આવે એ માટે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માટીની ગુણવત્તામાં સુધારણા લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં માટી સ્વાસ્થ્ય કાર્ડ યોજનાની શરઆત કરી હતી અને દેશભરમાં ૧૪ કરોડ માટી સ્થાસ્થ્ય કાર્ડ જારી કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.