ગાંધીનગર-

આવતી કાલે ભારત બંધના એલાન પહેલા આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે કિસાન આંદોલનના નામે રાજકારણ શરુ થયાની વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનું અસ્તિત્વ પૂર્ણ થઈ ચુક્યું છે. કોંગ્રેસ સાથે કોઈ નથી એ વાત ચુંટણીના પરિણામમાં સાબિત થઈ ચુક્યું છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે પત્રકાર પરીષદમાં વિપક્ષોના એપીએમસી એક્ટમાં ફેરફાર કરવાની માંગણીના ટ્વીટ, નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હવે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવી રહી છે. હવે જે એક્ટ ખતમ કરવાની વાત કરે છે તે વાજબી નથી. નક્કર સુચનો સરકાર આવકારી રહી છે. હવે આ આંદોલન ખેડૂતોના નામ ચલાવાતું રાજકીય આંદોલન બની ગયું છે. આંદોલનમાં ગુજરાતના ખેડૂતો ચિત્રમાં નથી, રાજકીય પક્ષો આંદોલન કરી રહ્યા છે. આવતી કાલે બંધના નામે કાયદો વ્યવસ્થા ન બગડે તે વાત ધ્યાનમાં રહેશે. પુરતો બંદોબસ્ત હશે. કોઈ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી થશે. આવતી કાલે ગુજરાત ચાલું જ રહેશે.