સુરત, સુરતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ ર્નિણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને વીક એન્ડમાં માર્કેટ બંધ રાખવાની સુચના આપી છે. સુરતનું ઓળખ એવા કપડા બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં ેકોરોના સંક્રમણ વધી રહ્યું છે. મ્યુનિ. તંત્રએ કોરના સંક્રમણ અટકાવવા માટે શનિ રવિના દિવસોમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો ર્નિણય કરાયો હતો અને માર્કેટ બંધ રહી હતી. જ્યારે રવિ સોમ હીરા માર્કેટ બંધ રાખવાનો ર્નિણય કરાયો હતો પરંતુ કામગીરીમાં ઢીલાસ રખાતા મોટા કારખાના બંધ રહ્યાં ન હતા.

સુરતના કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને સેંકડો લોકો સુરત બહાર અને અન્ય રાજ્યમાંથી આવી રહ્યાં છે. તંત્રએ માર્કેટ બહાર ટેસ્ટીંગ પોઈન્ટ સાથે સાથે વેક્સીનેશનની કામગીરી પણ શરૃ કરી છે. છતાં પણ માર્કેટમાંથી પોઝીટીવ કેસ મળી રહ્યા છે.માર્કેટની સ્થિતિ પણ ચિંતાજનક રહેતાં કોવિડની કામગીરી માટે નિમાયેલા આર. જેે. માકડિયાએ ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસો. (ફોસ્ટા)ને પત્ર લખીને શનિ-રવિવારના રોજ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવા સુચના આપી છે. માર્કેટમાં મોટી સખ્યામાં લોકો કામ કરે છે અને સુરતમા હાલ જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છેતે જાેતાં આવી જગ્યાએ સંક્રમણ વધુ માત્રામાં ફેલાઈ શકે છે. સુરતમાં કોરોના બેકાબૂઃ ૩૦ એપ્રિલ સુધી તમામ કર્મચારીઓની રજા રદ્દ સુરત મહાનગર પાલિકાએ આગામી ૩૦ એપ્રિલ સુધી તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે. શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે સુરતની સ્થિતિ વધુ બગડે તેવી શક્યતા સેવાઇ રહી છે. જેના પગલે એસએમસીએ તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. એસએમસી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે