શિનોર

શિનોર તાલુકા ના મીંઢોળ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે તારીજ સરવૈયું નુકશાન નફા પત્રક ની વિગતો આપવા બાબતે આજરોજ વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મીંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના પ્રમુખ ,મંત્રી,ડીરેક્ટરો સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતાં. તારીજ સરવૈયું નફા નુકશાન પત્રક ની વિગતો ને લઈ દૂધ ડેરી ના સંચાલકો અને સભાસદો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા હતાં.જેમાં સભાસદો દ્વારા દૂધ ડેરી ના સંચાલકો તારીજ સરવૈયું નફા નુકશાન નું પત્રક ,દૂધ ડેરીમાં આજદિન સુધી કેટલો નફો થયો છે.તેમજ ફેટ નો ભાવ બતાવવા સહિત ની રજુઆત કરી છે તેમ છતાં અમને સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકાર નો હિસાબ આપવામાં આવ્યો નથી અને હિસાબ તમારે જાેતો હોય તો બરોડા ડેરી ખાતે જઈને હિસાબ લઈ આવો તેમ કહે છે.ત્યારે અમે મીંઢોળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના ૯૦ સભાસદો બરોડા ખાતે અમે અમારા પ્રશ્નો ની રજુઆત માટે જઈશું અને બરોડા ડેરી ના સત્તાધીશોને અમારા પ્રશ્નો ની રજુઆત કરીશું અને અમને ત્યાં પણ ન્યાય નહિ મળે તો અમે છેવટે ગુજરાત ના મુખ્યમંત્રી પાસે જઈને અમારા પ્રશ્નો ની રજુઆત કરીશું અને અમને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી લડતાં રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે સભાસદો દ્વારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સંચાલકો પર કરવામાં આવેલ ગંભીર આક્ષેપો ને લઈ દૂધ ડેરી ના મંત્રીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે દૂધ ડેરી દ્વારા સભાસદો ને ૮ ટકા બોનસ આપવામાં આવ્યું હતું .અને આ વર્ષે ૧ ટકો વધારી ને ૯ ટકા બોનસ આપવાનું અમે જાહેર કરેલ છે.તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નો જે દિવસ થી અમારી પાસે ચાર્જ આવેલ છે.તેની સમગ્ર વિગતો અમે કાગળમાં લેખિત માં અમે બતાવેલ હોવાનું દૂધ ડેરી ના મંત્રી જણાવ્યું હતું.