રાજકોટ, તા.૧ 

રાજ્યમાં હાલ કોરોના સંક્રમણનાં કિસ્સા ગામડાઓ સુધી પહોંચી ગયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમા પણ તહેવાના દિવસો પણ નજીક આવી રહ્યાં છે. જેના કારણે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૯થી ૧૬ ઓગસ્ટ સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તહેવારના આ દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૯થી ૧૬ ઓગસ્ટ સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના વધતા સંક્રમણમાં ખોડલધામ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠાં ન થાય તે માટે સંપૂર્ણ મંદિર પરિસર જ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે. ૯ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે. એટલું જ નહીં, પણ મંદિર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને તહેવારોમાં વધુ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે.