અમદાવાદ-

અપડાઉન કરતા હજારો મુસાફરો માટે આજે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં અપડાઉન કરતા હજારો મુસાફરો માટે આજે એક સારા સમાચાર છે, જેમાં મુંબઈ ડિવિઝનથી સુરત, વલસાડ મેમુ ટ્રેન દોડાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં બંધ કરાયેલ મેમુ ટ્રેન ફરી એકવાર ૧૦ મહિના બાદ શરૂ કરાઈ છે. તમને જણાવીએ કે ૨૩મી માર્ચ ૨૦૨૦થી બંધ થયેલી ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે દરરોજ હજારોની સંખ્યામાં નોકરીયાત વર્ગ અપડાઉન કરતો હોય છે. જેથી અપડાઉન કરતા હજારો મુસાફરો માટે આજે એક સારો ર્નિણય કરવામાં આવ્યો છે. મુંબઇ ડીવીઝન દ્વારા આજથી સુરત-વલસાડ મેમો ટ્રેન દોડાવાનો ર્નિણય કરાયો છે, જે હજારો લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે. લોકડાઉનમાં બંધ કરાયેલી અને છેલ્લા દસ મહિના બાદ આજથી ફરી સુરત-વલસાડ મેમો ટ્રેન દોડી હતી.