દિલ્હી-

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19 મહામારીના નવા કેસોમાં ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સંખ્યા 32,937 પર પહોંચી ગઈ છે. નવા કેસો આવવાથી કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,22,25,513 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3,14,11,924 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર અપડેટ કરેલા આંકડા મુજબ, 417 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,31,642 થયો છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 35,909 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે 8 વાગ્યે જાહેર અપડેટ કરાયેલા આંકડા મુજબ, 417 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,31,642 થયો છે. તે જ સમયે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 17,43,114 રસી લગાવવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 થયો છે.