ક્રિેકેટ સાઉથ આફ્રિકાએ તાજેતરમાં યોજેલી વર્ચ્ચુઅલ અવોર્ડ સેરેમનીમાં સાઉથ આફ્રિકન વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન કિવન્ટન ડિકોક બીજી વાર સાઉથ આફ્રિકન મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ મેળવવામાં સફળ થયો છે. જયારે 21 વર્ષીય લોરા વોલ્વવાર્ડ્ટ વિમેન્સ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પોતાના નામે કરી શકી છે. આ ઉપરાંત ડિકોકને વર્ષનો ટેસ્ટ ક્રિકેટનો ખિતાબ પણ અપાયો હતો .

અને સાઉથ આફ્રિકા મેન્સ પ્લેયર્સ ઓફ ધ યર તરીકે તેના સાથીદારોએ તેને મત આપ્યો હતો. બીજી બાજુ વોલ્વાર્ડ્ટને પ્રોટીઝ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેણે સાઉથ આફ્રિકા મહિલા ખેલાડીઓનો વર્ષની શ્રેષ્ઠ ખેલાડી માટેનો મત મેળવ્યો હતો. સાઉથ આફ્રિકા મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ મેળવનાર ડિકોક છઠ્ઠો પ્લેયર છે. એ પહેલાં જેક કેલિસ (2004 અને 2011), મખાયા એન્ટિની (2005 અને 2006), હાશિમ અમલા (2010 અને 2013), એબી ડિવિલિયર્સ (2014 અને 2015) અને કેગિસો રબાડા (2016 અને 2018) આ અવોર્ડ જીતી ચૂકયા છે. આ પ્રસંગે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ બન્ને પ્લેયરના વખાણ કર્યાં હતાં.