મહીસાગર-

જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. તેમજ કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે, ત્યારે ડેમમાં જળ સંગ્રહ માટે ડેમના ગેટ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે ડેમના ઉપરવાસમાંથી 29,125 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત છે.

પાવર હાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમજ 700 ક્યુસેક પાણી સુજલામ-સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. અત્યારે પાણીની કુલ જાવક 20,700 ક્યુસેક છે. હાલમાં 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત છે થતા 240 મેગા વોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.