અંબાજી,તા.૯  

આજનો રવિવાર બનાસકાંઠા જિલ્લા માટે લાભદાયી નિવડ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા જિલ્લામાં ૫૬૬ કરોડના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા ત્રણ ચારમાર્ગીય હાઇવે રોડ સહીત કુલ રૂ.૫૯૮ કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે. જોકે યાત્રાધામ અંબાજીને સાંકળતા માર્ગોને ચાર માર્ગીય બનાવની પ્રક્રિયા ૨૦૧૫-૧૬ની વિધાનસભામાં મંજુર કરાયું હતું. જેને લઈ આજે દાંતાથી પાલનપુર દાંતાથી સતલાશાણા તરફનો અને અંબાજીથી હિંમતનગર તરફ ૨૩ કિલોમીટર સુધીનો ચારમાર્ગીય રસ્તો બનાવાની કામગીરી પૂર્ણ થતા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે દાંતા ખાતે પહોંચી વિધિવધ પૂજા કરી માર્ગોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ યાત્રાધામ અંબાજી ખાતે પણ એક ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ પૂજા વિધિ કરી હતી જે માર્ગો ચાર માર્ગીય બનતા હવે અકસ્માતોનું પણ નિરાકરણ આવશે.અંબાજી જતા પદયાત્રીઓને પણ વધારે સુવિધા મળશે. આમ આ ત્રણ માર્ગો ૫૬૬ કરોડના ખર્ચે તૈયાર થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્યા મુક્યા હતા. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં બે સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ પી.એચ.સી., અને બે સરકારી વિશ્રામગૃહોનું પણ લોકાર્પણ કર્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે કુલ ૫૯૮ કરોડના કામોનું વિધિવધ લોકાર્પણ કરી દેવાયું છે. જેમાં ૭૦ ટકા જેટલા કામો પૂર્ણ કરવામાં આવેલ છે.જોકે આગામી ટૂંક સમય માં ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે ત્યારે મેળો મુલતવી રાખવા સરકારે જાહેરાત કરી છે પણ આ મેળા દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું રાખવું કે કેમ તે અંગે કલેકટર નિણઁય લેશે તેમ નિતીન પટેલે જણાવ્યું હતું.