વાંસદા, તા.૧૨ 

વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલા કાજીયા ફળિયામાં રહેતા રતિલાલભાઈ પટેલના ઘરની આગળના ભાગે કૂવામાં રાત્રી દરમિયાન શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં પડી જતા દીપડાનું મોત નીપજ્યું હતું .

સવારે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ રતિલાલભાઈને કુવા પર બાંધેલી નેટ એક છેડેથી ફાટેલી દેખાતા કૂવામાં અંદર જોતા કુવા દીપડો દેખાતા રતિલાલ ભાઈ દ્વારા વાસદા વનવિભાગને જાણ કરતા ભીનારના રાઉન્ડ ફોરેસ્ટર અમ્રતભાઇ તથા બીટગાર્ડ સંજયભાઈ સ્થળ પર જઇ જોતા કુવા માં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો વનવિભાગ દ્વારા દીપડો આશરે ત્રણ વર્ષનો અને નર દીપડો હોવાનું જણાવ્યું હતું ખેડૂત રતિલાલભાઈ દ્વારા જણાવ્યું હતું કે અગાઉ પણ રાત્રી દરિમયાન દીપડો ઘરની આસપાસ લટાર મારતો જોવા મળ્યો હતો. કૂવામાં પડેલા મૃત દીપડાને ગામના આગેવાનોની ઉપસ્થિતમાં ગામના લોકો તથા વનવિભાગ દ્વારા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

 વનવિભાગ દ્વારા દીપડાનું પીએમ કરાવવામાં આવ્યું હતું વનવિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે દીપડો કૂવામાં પડ્યો હોવાથી કૂવાના પાણીમાં ડૂબી જવાથી કુદરતી રીતે મૃત્યુ પામ્યો હોય જેને વાંસદા રેન્જમાં આવેલ નર્સરી ની બાજુના જંગલમાં અગ્નિદાહ આપવામાં આવશે.