વડોદરા : ગઈ કાલે મોડી રાત્રે કોઈ વાહનની ટક્કરથી હાલોલ -વડોદરા હાઈવે પર જરોદ કેનાલ નજીક એક દિપડાનું મોત થયું હતું. એ સમયે પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ આ હિંસક પ્રાણીને મૃત હાલતમાં લોહી લુહાણ જાેતા જ સંબધિત સત્તાધિશોને જાણ કરતા વન વિભાગ કર્મચારીએ તુર્ત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

હાલમાં જંગલોનું મોટા પ્રમાણમાં નિકંદન થઈ રહ્યું છે. ત્યારે વન્યજીવોનું રહેઠાંણ છીનવાઈ જતા વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવી જવાના અનેક બનાવો જાેવા મળી રહ્યા છે. ત્યારે આજે શહેરના હાલોલ- વડોદરા હાઈવે પાસે નર્મદા કેનાલ પાસે એક દિપડો રહેઠાંણ વિસ્તારમાં ઘુસી આવ્યા બાદ તે રોડ ક્રોસ કરી રહ્યું હતુ ત્યારે એક અજાણ્યા વાહને દિપડાને ટક્કર મારી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.