રાજપીપલા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી બધી કોન્ફરન્સનું આયોજન થઈ ચૂક્યું છે.ત્યારે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ડિફેન્સ કોન્ફરન્સ યોજાવાની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે.આગામી માર્ચ મહિનાના શરૂઆતના દિવસમાં ડિફેન્સની કોન્ફરન્સ કેવડીયા થઈ શકે તેની શક્યતાઓ છે.ત્યારે આજે દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડીયાની મુલાકાત લીધી હતી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા.અને અહીંયાથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ખાતે જવા રવાના થયા હતા.અને તેમણે ત્યાંથી અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય છે કે આગામી માર્ચ મહિનાની શરૂઆતમાં ડિફેન્સની કોન્ફરન્સ કેવડીયા થાય એવી શક્યતાઓ છે જેના કારણે કેવડિયાની મુલાકાત ચીફ એમ.એમ નરવનણેએ ીધી હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.કેવડિયા ડિફેન્સની કોન્ફ્ન્સ યોજાનારા છે જેમાં દેશની અલગ અલગ સુરક્ષા એજન્સીઓના વડા ઉપરાંત વિશેષ ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે.