તેહરાન-

લદાખ માં ભારત સાથે તણાવ વધારનારા ચીનને એલએસીથી લઈને દુનિયાના દરેક ખૂણે ધોબીપછાડ મળી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પહેલા રશિયાની રાજધાની મોસ્કોમાં ચીનને ચોખ્ખુ સંભળાવી દીધુ કે ભારત પોતાના સાર્વભૌમત્વ સાથે જરાય સમાધાન કરશે નહીં.

આ બાજુ કૂટનીતિક જીત બાદ 24 કલાકની અંદર ચીનને બીજો પાઠ ભણાવતા રક્ષામંત્રી રાજનાથ સિંહ મોસ્કોથી અચાનક ઈરાન (Iran) પ્રવાસે જતા રહ્યાં. જ્યાં તેઓ આજે ઈરાનના રક્ષામંત્રી સાથે મુલાકાત કરશે. પોતાના આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ ચીનને અનેક મોરચે માત આપવાના છે.

સતત બે હાર બાદ ચીન સમજી ગયુ છે કે લદ્દાખમા તેમનાથી ભૂલ થઇ ગઇ છે અને હવે ભારત તેને દગાખોરી કરવાની કોઇ તક આપશે નહીં. જેથી ચીનએ મોસ્કોમા ભારતની સાથે વાતચીત કરવા માટે એડી ચોટીનુ જોર લગાવી દીધુ છે. લગભગ 140 મિનિટની આ વાતચીતમા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ચીનને તેમની જગ્યા દેખાડી દીધી છે. તેમણે ચીનના હોશ ઉડાવવાનુ નક્કી કર્યુ છે.