વડોદરા. વડોદરાના એરફોર્સના વિમાન મથક ખાતે દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહનું કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર સમશેરસિંહ, નાયબ કલેક્ટર વિજય પટ્ટણી અને એરફોર્સ-આર્મીના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. રક્ષામંત્રી રાજનાથસિંહ ટૂંકા રોકાણ બાદ કેવડિયા ખાતેની ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા.