દિલ્હી-

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 49,310 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમણના કુલ કેસ 12,87,945 સુધી પહોંચી ગયા છે. જેમાં અત્યાર સુધીમાં આ મહામારીમાં કુલ 30,601 લોકોના મોત થયાં છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશભરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4,40,135 થઇ ગઇ છે. જેમાં કુલ સંક્રમિતોમાં 8,17,209 લોકો સ્વસ્થ થયાં છે.

કોરોના સંક્રમણમાં પાંચ રાજ્ય વધારે પ્રભાવિત થયાં છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક અને આંધપ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્રમાં 3,47,502 છે. ત્યારબાદ તમિલનાડુમાં 1,92,964, દિલ્હીમાં 1,27,364, કર્ણાટકમાં 80,863, અને આંધપ્રદેશમાં 72,711 છે. સંક્રમણમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 12854 થયાં છે. ત્યારબાદ દિલ્હીમાં 3745, તમિલનાડુમાં 3232, ગુજરાતમાં 2252, અને કર્ણાટકમાં 1616 અને આંધપ્રદેશમાં 884 મોત થયાં છે.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ 1,40,395 તમિલનાડુમાં 52,939, દિલ્હીમાં 14,554 , કર્ણાટકમાં 49,937, આંધપ્રદેશમાં 34,272 છે. જ્યારે રાજસ્થાનમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 33,595 થઇ ગઇ છે. જ્યારે 598 ના મોત થયાં છે. તેમજ 9,125 એકટિવ કેસ છે.