દિલ્હી:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજી હતી. માહીતી મુજબ આ બેઠક બાદ કેન્દ્રીય પર્યાવરણપ્રધાન પ્રકાશ જાવડેકર એક પ્રેસ પરિષદ યોજશે. 

આ પહેલા 1 જૂનના રોજ કેબિનેટ બેઠક મળી હતી. મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ બાદ સોમવારે કેબિનેટની પહેલી બેઠક મળી હતી. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર, નીતિન ગડકરી અને નરેન્દ્રસિંહ તોમરે કેબિનેટની બેઠકમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી હતી.જાવડેકરે જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે લાગેલા લોકડાઉન પછી સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી સર્જાયેલા આર્થિક સંકટને દૂર કરવા વડાપ્રધાન બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકે છે.