દિલ્હી-

સરકારી અને પ્રાઇવેટ નોકરી અપાવી દેવાનું કામ કરતી એક નકલી પ્લેસમેન્ટ એજન્સીનો પર્દાફાંશ થયો છે. પશ્ચિમ જિલ્લાના રમેશનગરમાં બે મહિલા પુરૂષ મિત્રોના સહયોગથી આ કારસ્તાન ચલાવતી હતી. અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ લોકો છેતરાઇ ચુકયા છે. સાઇબર સેલે તપાસના આધારે સાત મહીલાઓને ઝડપી લીધી હતી. જયારે મુખ્ય સુત્રધાર મહીલા ફરાર થવામાં સફળ રહી હતી.

પોલીસે સ્માર્ટફોન, પાંચ કીપેડ ફોન અને નકલી એરલાન્સમાં જોડાણના પત્રો મોટી સંખ્યામાં હસ્તગત કર્યા છે. એરલાઇન્સમાં નોકરી અપાવવાની લાલચ આપી મોટી રકમ માંગવામાં આવતી. રકમ મળી જાય એટલે નંબર બ્લોક કરી દેવાતા હતા. એજન્સીમાં કામ પર રખાયેલા કર્મચારીઓને પણ મોટુ કમીશન અપાતુ. સુત્રધાર શાલુ, સીમ્મી અને પ્રશાંત દ્વારા અન સમગ્ર નેટવર્ક ચલાવાતુ હતુ. જેઓ નાશી છુટયા છે.