દિલ્હી-

ફોન ટેપિંગ પર દેશના ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગને લઇને દિલ્હી કોંગ્રેસે આજે ગૃહપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવામાં આવ્યું. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારના નેતૃત્વમાં સેંકડો કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાનને ઘેરવામાં આવ્યું અને તેમને રાજીનામાની માગ કરી. પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે. અને તેમને નજીકના પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાનના ઘેરાવા દરમિયાન દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે કહ્યું કે, ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રાજનેતાઓના પત્રકારોના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. અમારા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો પણ ફોન ટેપ કરવામાં આવ્યો છે. આખરે આપણે કયા સમાજમાં જીવી રહ્યા છે. દેશનો ચોથો સ્તંભ જેને સામાન્ય ભાષામાં પત્રકાર કહેવામાં આવે છે તેમના પણ ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. આ બધુ દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ઇશારા પર થઇ રહ્યું છે. તેથી અમે દેશના ગૃહપ્રધાનના રાજીનામાની માગને લઇને આ પ્રદર્શન કરી રહ્યા છે.