દિલ્હી-

દિલ્હી સરકાર લોકડાઉન દરમિયાન પ્રવાસી, દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલા શ્રમિકોની ભલાઈ માટે પ્રતિબદ્ઘ છે. સરકારે લોકડાઉન દરમિયાન તેમના રહેવા, ખાવા-પીવા, કપડા અને દવાઓ વગેરેની વ્યવસ્થા માટે જરૂરી પગલા ભર્યા છે. દિલ્હી સરકારે હાઈકોર્ટને પ્રધાન સચિવ ગૃહના નેતૃત્વમાં કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે જે તમામ વ્યવસ્થાઓનું મોનિટરિંગ કરશે તેવી જાણકારી આપી હતી.

હાઈકોર્ટે દિલ્હી સરકાર પાસેથી લોકડાઉન દરમિયાન પ્રવાસી, દાડિયા અને નિર્માણ કાર્યમાં લાગેલા શ્રમિકો માટે યોગ્ય પગલા ભરવા અંગે રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટમાં સરકારે કહ્યું કે, સરકારે શ્રમિકોની ભલાઈ માટે અનેક પગલા ભર્યા છે. તમામ પ્રકારની વ્યવસ્થા જોવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને પ્રધાન સચિવ ગૃહ ભૂપિન્દ્ર સિંહ ભલ્લાને તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે જે રાજયના નોડલ અધિકારી રહેશે.

દિલ્હી પોલીસના વિશેષ અધિકારી રાજેશ ખુરાના દિલ્હી પોલીસ તરફથી નોડલ અધિકારી રહેશે. શ્રમિકોને કાર્ય સ્થળે જ રહેવા, ખાવા-પીવા, દવા વગેરેની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે અને નાણા વિભાગ ફંડની વ્યવસ્થા કરશે. ૨૦૨૦માં શ્રમિકોને બે વખતમાં ૫-૫ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી અને ૨૦ એપ્રિલ, ૨૦૨૧થી ફરી ૫,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તે સિવાય શાળાઓને આપવામાં આવેલા મિડડે મીલનો ઉપયોગ શ્રમિકોના ભોજન માટે કરવામાં આવશે.