દિલ્હી,

છેલ્લા ઘણાં સમયથી એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) પર ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઇને રશિયા પાસેથી 33 ફાઇટર વિમાનો ખરીદવાના છે. ગુરૂવારે સંરક્ષણ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 

રશિયા પાસેથી જે 33 યુધ્ધ વિમાનો ખરીદી રહ્યું છે. તેમાં 21 મિગ-21 એસ અને 13 સુખોઇ 30 MKIS યુધ્ધ વિમાનોનો સમાવેશ થાય છે, તે ઉપરાંત હાલનાં 59 મિગ-21 એસને અપગ્રેડ પણ કરવામાં આવશે, સંરક્ષણ પ્રધાને ગુરૂવારે જણાવ્યું કે રશિયાની સાથે થઇ રહેલા સોદાની કિંમત 18,148 કરોડ રૂપિયા છે. 

તે ઉપરાંત સંરક્ષણ મંત્રાલયએ ભારતીય હવાઇ દળ અને નોકાદળ માટે 248 એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલને ખરીદવા માટે મંજુરી આપી છે. સંરક્ષમ મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરડીઓ દ્વારા નવી એક હજાર કિમીની સ્ટ્રાઇડ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલની ડિઝાઇન અને અન્ય જરૂરીયાતોની પણ મંજુરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયએ 38,900 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવોને મંજુરી આપી છે, જેમાંથી 31,130 કરોડ રૂપિયાની ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વધી રહ્યો છે. ત્રણ રાઉન્ડમાં થયેલા સૈન્ય અધિકારી સ્તરની વાર્તા છતા ચીન પોતાની સેનાઓ પાછળ ખેંચવા તૈયાર નથી. ભારત તરફથી પોતાની સંપ્રભુતા અને સરહદોની રક્ષાને લઈને સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે. પોતાની સુરક્ષા અને અખંડતાનો હવાલો આપીને ભારતે 59 ચીની એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે. જે પછી ચીન તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.