દિલ્હી-

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શકરપુર વિસ્તારમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી બે પંજાબ અને ત્રણ કાશ્મીરના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બધા ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા છે. લાંબા સમયથી આતંકીઓને લઈને ઓપરેશન ચાલી રહ્યું હતું. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હી પોલીસ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.