વડોદરા,તા.૯ 

વડોદરા શહેરના હોટલ રેસ્ટોરન્ટ એસોશિએશન દ્વારા સરકાર દ્વારા રાજ્યના ચાર શહેરોમાં જે રાત્રી કરફ્યુ નાખવામાં આવ્યા છે. એ કરફ્યુનો સમય લંબાવવાની માગ કરવામાં આવી છે. આ સમય હાલમાં જે રાત્રીના નવ કલાકથી શરુ થાય છે. એના બદલે બે કલાક વધારીને રાત્રીના અગિયાર કલાક સુધીનો કરવાને માટે વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડો.વિજય શાહને મળીને રજુઆત કરી છે.જે બાબતે પ્રત્યાઘાત આપતા તેઓએ આ પ્રશ્ને રાજ્ય સરકાર સાથે વાતચીત કરવાની બાંહેધરી આપી પ્રશ્નનો શક્ય એટલો જલ્દીથી નિવેડો લાવાની ખાતરી ઉચ્ચારી હતી. આ એસોશિએશને એવો ભય વ્યક્ત કર્યો હતો કે જાે આવી છૂટછાટ તાકીદે આપવામાં આવશે નહિ તો લોકડાઉન બાદ ૮૦ ટકા રેસ્ટોરેન્ટ બંધ કરવા પડશે .