વડોદરા : દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લવજેહાદના બનાવો વધી રહ્યા છે ત્યારે આવી પ્રવૃત્તિઓ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવે અને લવજેહાદ સામે કાયદો બનાવવાની માગ સાથે શિવસેનાએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલમાં ભારતભરમાં લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવતીઓને યેન-કેન-પ્રકારેણ પોતાના નામ બદલીને ફોસલાવી-પટાવી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત પણ બાકાત નથી. આવા લવજેહાદથી ગુજરાતની છોકરીઓ-યુવતીઓને ફસાવી જીવન સાથે ચેડાં થઈ રહ્યાં છે. આવા બનતા કિસ્સાઓના કારણે યુવતીઓની જિંદગી નર્કાગાર બને છે પરંતુ તેમની સાથે તેમના પરિવારજનો, સગાંસંબંધીઓને પણ ખૂબ જ સહન કરવાનો વારો આવે છે. જેના કારણે આખા ને આખા પરિવારો ઉજ્જડ બની જાય છે, જેને રોકવો હવેના સમયમાં ખૂબ જ જરૂરી છે. આ માટે દરેક રાજ્યો પોતપોતાની રીતે કાયદામાં સુધારો કરી અથવા નવો કાયદો બનાવી રહ્યા છે. તો શિવસેના વડોદરા શહેર દ્વારા પણ આવા નવો કાયદો બનાવવામાં આવે અને આવી પ્રવૃત્તિઓ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવે એવી માગ કરાઈ છે.