વડોદરા-

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવતા રાજ્યની વિજય રૂપાણી સરકારે ૨૦ શહેરોમાં નાઇટ કફ્ર્યૂ લગાવી દીધું છે. તેમજ ગામડાઓ સ્વૈચ્છિક રીતે લોકડાઉન લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે વડોદરામાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા લોકડાઉનની માંગણી કરવામાં આવી છે.

એસોસિએશનના કન્વીનર પરેશ પરીખે વડોદરાના વેપારીઓની ૭ દિવસના લોકડાઉનની માંગ કરી છે. કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન જરૂરી હોવાનું પરેશ પરીખે જણાવ્યું છે. વીસીસીઆઈ, હાથીખાના અનાજ કરિયાણા એસોસિએશન, ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશનને પણ સમર્થન કર્યું છે. આ ઉપરાંત રાજકીય મેળાવડા પણ રોકવા માંગ કરવામાં આવી છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનમાં ૭૦ હજાર વેપારીઓ છે.

તાપી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે. જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો ર્નિણય કર્યો છે. ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો ર્નિણય કર્યો છે. ભાજપના સહકારી આગેવાન નરેશ પટેલનું ગામ છે બુટવાડા. સ્વૈચ્છિક લોકડાઉનની જાણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને કરવામાં આવી છે.

ગોંડલના ગોમટા ગામમાં અનોખી જાગૃતિ જાેવા મળી હતી. ગામ લોકોએ સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. ગ્રામ પ્રંચાયત દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી લોકડાઉન લગાવી દીધું છે. ગામમાં એક સાથે ૪ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સવારે ૩ કલાક અને સાંજે ૩ કલાક દુકાનો ખુલી રાખી શકશે. મેડિકલ સિવાય કોઈપણ દુકાનો ખુલી નહિ રખાય.

કચ્છમાં મુન્દ્રાના સમાઘોઘામાં ૧૩ દિવસનું આંશિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ વધતા ર્નિણય લેવાયો છે. તા. ૦૬-૦૪થી ૧૮-૦૪ સુધી ગામમાં સ્વયંભુ લોકડાઉન રહેશે. ગામમાં બપોરના ૩ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. સમાઘોઘા ગ્રામપંચાયત દ્વારા નિણર્ય લેવાયો છે.

આણંદમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે આણંદ જિલ્લાના વધુ એક ગામમાં લોકડાઉન લગાવી દેવાયું છે. બોદાલ બાદ દાવોલમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. બોરસદના દાવોલમાં લોકડાઉન જાહેર કરાયું છે. બપોરે ૧૨થી સાંજના ૬ વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરાયું છે. એક બાદ એક ગામોમાં લોકડાઉન થઈ રહ્યું છે.

રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવતાં વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. યુઝ્‌ડ કાર એસોસિએશનના હોદેદારીએ આજથી આઠ દિવસ માટે જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. શહેરમાં સતત સંક્રમણ વધતું જાય છે ત્યારે વેપારીઓએ જાતે જ લોકડાઉન કર્યું છે.