વડોદરા, તા.૨૪ 

ખાનગી શાળાઓ દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ ઓનલાઇન શિક્ષણબંધ કર્યું છે તેવી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે શહેર કોંગ્રેસે મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ અધિકારના કાયદા હેઠળ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શિક્ષણનો હક છે. કોવિડ - ૧૯ની આ પરિસ્થિતિમાં જ્યારે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે સ્કૂલ શરૂના થાય તેની ફી લેવી નહીં ત્યારે સરકાર તેમજ શાળા સંચાલકોએ સાથે મળી સંકલન કરી બાળકોનું ભવિષ્ય ખરાબ ના થાય તે રીતે કાર્યવાહી કરવી જાેઇએ. જાે સરકાર ધારે તો શાળાઓને બેઝિક રાહત પેકેજ આપે. જેથી શિક્ષકોનો પગાર થઇ શકે અને ઓનલાઇ એજ્યુકેશ સ્કૂલ દ્વારા ચાલુ રહે પણ સરકારે ઓનલાઇન એજ્યુકેશન આપવાની વાત કરીને સ્કૂલોની દાદાગીરી સામે ઘૂંટણીએ પડી ગઇ છે. જે શિક્ષણ જગત માટે નિંદનીય કૃત્ય કહેવાય. સરકારે સ્કૂલના સંચાલકોનું હાઇકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રનું પાલન કરીને કોરોના વાઇરસની મહામારીમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સ્કૂલના સંચાલકો પર દબાણ કરવું જાેઇએ. સ્કૂલના સંચાલકો ના માને તો કાયદાકીય પગલા ભરવા જાેઇએ.

વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના હુકમ થઇ જાે શાળાઓ બંધ છે ત્યારે રાજ્ય સરકારની ફરજ છે કે વાલીઓ અને શિક્ષકો એમ બંને તરફ તાલમેલ બેસાડી બાળકોના ભવિષ્યને પ્રથમ મુકી કોઇ પણ નિર્ણય કરવામાં આવે. વાલીઓ ઉપર ફી ની ઉઘરાણીનું દબાણ ન રહે અને શિક્ષકોને પણ બેઝિક પગાર મળી રહે અને બાળકોનું એજ્યુકેશન પણ ચાલુ રહે એ રીતેની વ્યવસ્થા કરવી જાેઇએ.