વડોદરા, તા.૨૮ 

દશામાની મૂર્તિનું વિસર્જન માટે તાત્કાલીક વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે કોંગ્રેસે તેમજ આરએસપીએ મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરી હતી.

શહેર કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની આગેવાનીમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં દસામાની મૂર્તિ વિસર્જન તથા તેને આનુષાંગીક કોઇપણ પ્રકારની પ્રતવૃત્તિઓ વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જાહેર તળાવ, નદી-નાળા તથા અન્ય આ પ્રકારના સ્થળોએ કરવા પર પ્રતિબંધ કરવાની જાહેરાત કરી છે. વધુમાં જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે જાહેર જનતાએ આ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા હુકમનો અનાદર કરવાની સામે રૂા.૫,૦૦૦નો દંડ તથા ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ છે.

આ જાહેરનામું એ સરમુખત્યાર શાસકો દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તેઓ આક્ષેપ કર્યા હતાં કે પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા શું વિચારી છે? તે જાહેર કરેલ નથી. કોરોનાની મહામારી માટે સૌ ચિંતીત છે અને હવે આટલા મહિના પછી આ મહામારીથી લોકો સજાગ થયા છે. પરંતુ આ રીતે લોકોની આસ્થા સાથે રમત રમવાની શાસનકર્તાઓની જે પ્રવૃત્તિ છે તેની સામે વાંધો છે. વિસર્જનના પ્રસંગને કેટલાક નિયમો કરીને પણ કરી શકાય. પ્રતિવર્ષ કૃત્રિમ તળાવો બનાવવામાં આવતા હતાં. આ વર્ષે બનાવેલ નથી. ત્યારે કૃત્રિમ તળાવ તથા મોટા ટેન્કોની વ્યવસ્થા કરવી જાેઇએ જેથી કરીને વડોદરા મહાનગરપાલિકા જે નિયમ કરે તે નિયમ મુજબ બધા લોકો દશામાની મૂર્તિનું વિસર્જન થઇ શકે.

ભક્તોના ઘરેથી મુર્તિ લઇ જઇને નર્મદા અને સોમનાથના દરમિયામાં વિસર્જન કરાશે

દશામા મૂર્તિની વિસર્જનની તૈયારી ટીમ રિવોલ્યુશનએ ચાલુ કરી છે જેમાં વડોદરા શહેરમાં દશામા માતાજીની મૂર્તિની સ્થાપના કરી હોય તો ુુુ.ંીટ્ઠદ્બિીર્દૃઙ્મેંર્ૈહ.ૈહ પર તમારું નામ સરનામું અને મૂર્તિની હાઇટ અને નંબરની માહિતી ભરો જેથી દશામાંની મૂર્તિ પવિત્ર સ્થળ પર વિસર્જન સરકારના સાથ સહકારથી અને સોશીયલ ડિસ્ટનશને ધ્યાનમાં રાખી જય ઠાકોર, સ્વેજલ વ્યાસ, અતુલ ગામેચી અને નારાયણ રાજપૂત તેમજ અન્ય યુવાનો દ્વારા કરવામાં આવશે. આવતી કાલે બપોરે ૧ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. મુર્તિ ૩૦-૭-૨૦૨૦ના રોજ તમારા ઘરેથી લઇ જવામાં આવશે અને નર્મદાનદી તેમજ સોમનાથના હરિધામા વિસર્જન કરવામાં આવશે.