છોટાઉદેપુર, છોટાઉદેપુર થી વડોદરાને જાેડતો નેશનલ હાઇવે ઉપર નાના નાના ઘણા ગામો આવેલા છે. છોટાઉદેપુર તાલુકાના ધંધોડા નવી વસાહત ગામના પાટીયા પાસે લોકલ રૂટની બસ ઉભી રાખવામાં ન આવતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. ધંધોડા નવી વસાહત ગામના રહીશો ફરિયાદ કરી રહ્યા છે કે લોકડાઉન પછી વાહન વ્યવહાર શરૂ થયો ત્યાર પછી અમારા ધંધોડા નવી વસાહત ગામના પાટીયા પાસે સરકારી બસ ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે અન્ય જગ્યાએ અભ્યાસ કરતા નોકરી કરતા તથા કામધંધો કરતાને અવરજવર કરવામાં ઘણી તકલીફ પડે છે. સમયસર પોહચી શકાતું નથી. ધંધોડા ગામના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે ને મોટા રૂટની બસ ના ઉભી રહે તેનો કોઈ વાંધો નથી પરંતુ નાના રૂટની બસ ઉભી રાખવામાં આવે તો મુસાફરી કરવામાં રાહત રહે તેવી અમારી માંગ છે. નાના રૂટની બસ ઉભી રાખવામાં ન આવતા ખાનગી મુસાફર વાહતુક કરતા વાહનોની રાહ જાેઇને બેસી રહેવું પડે છે. જેમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ જેવું પણ હોતું નથી. નાના ગામના પાટીયા પાસે બસ ઉભી રાખવા અર્થે તંત્ર પગલાં ભરે તેવી માંગ મુસાફરો કરી રહ્યા છે.