બોડેલી, છોટાઉદેપુર, તા.૧૦ 

હાલમાં કોવીડ ૧૯ વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર ધંધા વ્યાપાર ઉપર તેની વ્યાપક અસર જાૅવા મળી આવી છે, સરકાર ગાઇડલાઇન પ્રમાણે અનલોક થકી ધીરે ધીરે સમગ્ર અર્થતંત્રને બેઠું કરવા માટે સુચારા આયોજનો તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ સવારે છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે અનેક ધંધા-વેપાર કે જેઓ સીઝનેબલ ધંધા વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ છે તેઓ નું એક પ્રતિનિધિમંડળ છોટાઉદેપુર કલેક્ટર કચેરી એ આવી અને નિવાસી કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતું

લોકડાઉન અલગ-અલગ તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે ત્યારે જેમાં ડી.જે, બેન્ડ, ફરાસખાના, કેટરિંગ વગેરે જેવા વ્યવસાય કે જે એકમ થી ગુજરાન ચલાવનારા આવા લોકડાઉન ના સમયમાં સરકાર ને તથા તેમની ગાઇડલાઇન મુજબ તમામ નિયમોનું અત્યાર સુધી ચુસ્ત પાલન કરેલ છે. પરંતુ હવે અમારા થી વધારે સહન થાય એમ નથી. પૈસાની તંગીને કારણે અમારે કપરી હાલાકીનો સામનો કરવો પડે છે. સમગ્ર રાજ્યમાં તમામ વ્યવસાયની છૂટ આપેલ છે માત્ર અમને બાદ કરતાં અમારા સાથે જ આવો અન્યાય કેમ કરવામાં આવે છે. જેવી રીતે રાજ્ય માં તમામ વ્યવસાયને છૂટ આપવામાં આવેલ છે તેવી જ રીતે ડીજે, બેન્ડ, ફરાસખાના, કેટરિંગ ધરાવતા વ્યવસાયિકોને પણ છૂટ આપવામાં આવે અમો સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા તમામ નીતિનિયમોને પાળવા તૈયાર છે.