વલસાડ, તા.૧ 

વલસાડ જિલ્લા ના આદિવાસી વિસ્તાર ધરાવતા કપરાડા તાલુકા માં વિકાસકામોની નહિવત કામગીરી ને કારણે લોકો એ વેઠવાનો વારો આવ્યો છે ચોમાસા દરમિયાન નદી નાળા છલકાતા નદી પર રહેલ કોઝવે પાણીમાં ગરકી જતા અનેક ગામો સંપર્ક વિહુંણા થઈ જાય છે.પરંતુ નાની પલસણ અને ગોરપાડા ગામ લોકો ચોમાસા બાદ પણ પાણી માંથી જ જવા મજબુર થયા છે.

 કપરાડા તાલુકાના નાનીપલસણ ગામ અને ગોરપાડા વચ્ચે થી વહેતી દમણગંગા પર ગ્રામજનો વર્ષોથી કોઝવેપુલની માગણી કરતા આવ્યા છે. ગોરપાડા ગામ માં ૪૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે અહીં ના લોકો એ રોજી રોટી મેળવવા કે અન્ય જરૂરી કામો કરવા માટે કપરાડા જવું પડે છે અને કપરાડા જવા માટે તેઓએ દમણ ગંગા નદી ઓળંગવી પડે છે પરંતુ અહીં કોઝવે પુલ પણ ન હોવા થી લોકો મજબુર થઈ નદી માંથી અવરજવર કરવું પડે છે. વરસાદ ની સીઝન માં નદી માંથી તરી ને જીવન જોખમેં અવર જવર થાય છે આમ ગામના લોકો નું જીવન ૬ મહિના નદી ના પાણીમાં જ પસાર થતું હોય છે નાનીપલસણ ગામે થોડા દિવસ પેહલા એક વ્યક્તિ નું મરણ થયુ હતુ. જેને સ્મશાનમાં લઈ જવા માટે ટુયુબનો સહારો લઈ નદીના બીજા કિનારે સમશાન સુધી લઈ જાવા માં આવ્યું હતું અહીંના લોકોની સમસ્યા એ છે કે ગામમાં નદીના પેલી પાર ગોરપાડા ફળીયામાં ૪૦ જેટલા ઘરો આવેલ છે.