બોડેલી, એક વર્ષ કરતા વધુ સમય પહેલા મુખ્યમંત્રી ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી પણ હજુ સુધી રેલ ઓવર બ્રીજનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે બોડેલી પાસે આવેલી રેલવે ફાટક પર ટ્રાફિકજામ વારંવાર સર્જાય છે વડોદરાથી છોટાઉદેપુર રેલવે લાઈન પર બોડેલી પાસે ફાટક આવેલી છે અને ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે ફાટકની જગ્યાએ ઓવર બ્રિજ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે આ રેલવે ફાટક પર ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની ચૂક્યા છેત્યારે મુખ્યમંત્રીએ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ રેલ ઓવર બ્રીજનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યાને એક વર્ષ કરતા વધુ સમય થતાં પણ હજુ સુધી બ્રિજનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ વહેલી તકે અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી કરીને કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે,