રાજકોટ, રાજકોટની આસપાસમાં ૨૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની ૨૦૩૧ સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ ૫૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જેને અનુસંધાને આજે નીતિન ભારદ્વાજે રાજકોટ ઝ્રઁને આવેદન પાઠવી કહ્યું હતું કે,અમારા વિરૂધ્‍ધ થયેલા આ આક્ષેપો તદ્દન જુઠા છે અને અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના માટેના છે. ખોટા આક્ષેપો કરનારા આ તમામ કોંગ્રેસીઓ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા અમારી માંગણી છે. જાે ૧૦ દિવસમાં આ લોકો માફી નહિ માંગે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.ભાજપ આગેવાન નીતિન ભારદ્વાજે લેખિત ફરિયાદમાં જણાવ્‍યું છે કે, કોંગ્રેસના વિરોધપક્ષના નેતા, ઉપનેતા, દંડક સહિતે ૨૨મીએ જાહેર કરેલી પ્રેસનોટમાં મારા નામનો ઉલ્લેખ કર્યો છે. તેમાં નિતીન ભારદ્વાજની ભલામણને કારણે પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કૌભાંડ કર્યુ છે તેવો ઉલ્લેખ કર્યો છે. તેના અનુસંધાને પોલીસ કમિશનરને મેં આજે રજૂઆત કરી છે.