ભરૂચ, ગુજરાત સરકાર ધ્વારા માચૅ-૨૦૧૪માં ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામોને અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો. નવો નેત્રંગ તાલુકો બનાવવામાં પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે, આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ અને જીવનજરૂરી પ્રા.સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહે. જેથી સમગ્ર વિસ્તારનો સવૉગીં વિકાસ થાય તે માટે નેત્રંગને સરકાર ધ્વારા વિકાસશીલ તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે નેત્રંગનો તાલુકામાં પાયાની મુળ સુવિધા ફાયર ફાયર-બ્રિગેડની સુવિધા હજુસુધી આપવામાં આવી નથી. અનાજ-કરીયાણા,કપડા, ઇલેટ્રોનિકસ અને જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓને દુકાનો આવેલી છે. અને સાથે-સાથે ગીચ વસ્તીમાં લોકો વસવાટ કરે છે, જ્યારે તાલુકાભરમાં શાળાઓ, કોલેજ, દવાખાનાઓ, સરકારી ઇમારતો, પેટ્રોલપંપની રાત-દિવસ ઔધોગિક એકમોની ધમધમી રહ્યા છે. જેમાં એક સામાન્ય લાગતી આગ પણ વિરાટ સ્વરૂપ ધારણ કરતાં મહામહેનતથી વસાવેલ ઘર, દુકાન મિલકત અને તેમાં રહેલી સામગ્રી બળીને ખાખ થઈ જાય છે. આદિવાસીઓએ કાળીમજુરી કરીને વસાવેલ ઇમારતો પણ બળી ખાખ થઇ જાય છે અને તેઓ નિસહાય બની આગના વિકરાર સ્વરૂપને જાેયા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. જ્યારે કોઈ અનિવાયૅ કારણસર આગ લાગે છે, ત્યારે લોકો આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર-બ્રિગ્રેડનો સંપકૅ કરે છે. પરંતુ અંકલેશ્વરથી લશ્કરોની ટીમ નેત્રંગ સુધી પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે.