અમદાવાદ-

ધોરણ 10 અને 12ની પરીક્ષામાં વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા છે. અને રિપીટર વિધ્યાર્થીઓને ઓફલાઇન પરીક્ષા લેવાની છે. ત્યારે આજે રિપીટર વિધ્યાર્થીઓ ધ્વારા શહેર અને ગ્રામ્ય ડી ઇ ઓ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રિપીટર વિધ્યાર્થીઓની માંગ છે કે અમને પણ માસ પ્રમોશન આપવામાં આવે.વિધ્યાર્થીઓની રજૂઆત છે કે ઓફલાઇન પરીક્ષા ને બદલે ઓનલાઇન પરીક્ષા સરકાર યોજે. 25 જેટલા વિધ્યાર્થીઓ આજે ડી ઇ ઓને મળ્યા હતા અને રજૂઆત કરી હતી.

રાજયસરકાર ધ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં વિધ્યાર્થીઓને માસ પ્રમોસન આપવામાં આવ્યા છે. અને રિપીટર વિધ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવાની છે. ત્યારે આજે 25 જેટલા રિપીટર વિધ્યાર્થીઓને શહેર અને ગ્રામ્ય ડી ઇ ઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિધ્યાર્થીઓની રજૂઆત છે કે એમને પણ માસ પ્રમોસન આપવામાં આવે. જો રેગ્યુલર વિધાર્થીઓ માટે આ નિયમો બનતા હોય તો રિપીટર વિધ્યાર્થીઓ માટે કેમ નહીં ? વિધાર્થીઓ એ કહ્યું હતું કે અમે પરીક્ષાનો વિરોધ નથી કરતાં ઓફલાઇન ની જગ્યા પર ઓનલાઈન પરીક્ષા લો જેથી કોરોનનો દર ઓછો રહે. ઉલ્લેખનીય છે કે વિધ્યાર્થીઓ એ આ જ વિષય પર અગાઉ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા આ વિધાર્થીઓએ આજે ડી ઇ ઓને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. ધોરણ 10 અને 12ના રિપીટર વિધાર્થીઓ 4 લાખ કરતાં વધુ છે. જો આ વિધ્યાર્થીઓ વીશે સરકાર નિર્યન લે તો તેમના ભાવિ સુધારી જાય છે