વડોદરા : વડોદરા શહેરમાં સરકારી ગ્રીન પ્લોટની જગ્યામાં “અર્બન ફોરેસ્ટ“ બનાવવાની કોર્પોરેશનની મુવમેન્ટ નિષ્ફળ ગઈ છે.જેમાં સરકારની કરોડોની જમીન અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે.અને પૂર્વે ૪૬ પ્લોટ આપવામાં આવેલા તેમાં વનીકરણ થયું નથી. અને મોટા ભાગના પ્લોટમાં અર્બન ફોરેસ્ટની જગ્યાએ બાંધકામ અને અન્ય હેતુ માટે વપરાઈ રહ્યા છે.ત્યારે વિપક્ષીના નેતાએ મેયરને પત્ર લખીને જણાવ્યુ છે કે, “અર્બન ફોરેસ્ટ“ નામે જે પ્લોટ આપ્યા છે જેને કાયમી ધોરણે આપેલા નથી. જેથી “અર્બન ફોરેસ્ટ“ ન થયું હોય તેવા તમામ પ્લોટ પરત લઈ લેવા માંગ કરી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પણ વિરોધ કરીને આવતિકાલથી ગૌરી વ્રત શરૂ થઈ રહ્યુ છે. ત્યારે આવા પ્લોટ ત્વરીત દિકરીઓ માટે ખોલવામાં આવે.

તેમણે પત્રમાં જણાવ્યુ છે કે, એગ્રીમેન્ટ પૂર્ણ ગયું હોય અને વનીકરણ ન થયું હોય કે અન્ય હેતુ માટે વપરાતા હોય તેવા પ્લોટ કોર્પોરેશને પરત લેવા. આ પ્લોટ પર વનીકરણ કરીને શહેરીજનો ,સિનિયર સીટીજન, મહિલાઓ અને બાળકો માટે ખૂલ્લા મૂકવામાં આવે, આ ગ્રીન બેલ્ટની જગ્યા છે.તેમ છ્‌તાં ભાજપના શાસકોઓ સંસ્થાઓને આપી ત્યાં બાંધકામ થવા દે અને ભવિષ્યમાં કોઈ ત્રાહિત વ્યક્તિ આ બાંધકામ બાબતે કેસ કરે તો આ નિર્દોષ લોકો કોર્ટ અને જેલ ભોગવે તેના માટે જવાબદાર કોણ ?

વિપક્ષના નેતાએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપના શાસનમાં વનીકરણ/અર્બન ફોરેસ્ટના નામે માત્ર ભ્રષ્ટાચાર અને વનીકરણની મજાક ઊડાવાઇ રહી છે શહેરમાં લોકો આ કૌભાંડથી સ્તબ્ધ થઈ ગયા છે. ત્યારે શાસકો હજી નોટિસ નોટિસ ની રમત રમી રહ્યા છે. અને જ્યારે સરકારી જ્ગ્યાઓના પ્લોટમાં શું લોકોજ વૃક્ષારોપ્ણ કરી શકશે અને કાયમી ધોરણે રિન્યુયલના નામે નાટક કરી પોતાના મનગમતાને આપી ખુલ્લેયામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે, ભાજપ શાસકો દ્વારા અમારા નિવાસ સ્થાને અને ઓફિસે શહેરના નિર્દોષ નાગરિકોને ગેરમાર્ગે દોરી રજુઆત માટે મોકલવામાં આવે છે. શહેરના નાગરિકો અને ટ્રસ્ટીઓને વ્હાલા બનવા, રાજકીય વોટ મેળવવા ગેરમાર્ગે દોરી તેમને વનીકરણ, અર્બન ફોરેસ્ટની જગ્યાએ બાંધકામ કે અન્ય ઉપયોગ માટે આપી દેવાય છે.અને ખોટી વાહવાહી મેળવાય છે.

ગ્રીન બેલ્ટના પ્લોટો પર વનિકરણ થયુ હશે તે પ્લોટ પાછા નહી લેવાય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટો વિવિધ સંસ્થાઓ ને ફાળવણી કરવામાં આવી હતી . તેમાં ગેરકાયદે બાંધકામો થઈ ગયા હતા જે અંગેનો વિવાદ સર્જાયા હતો. કોર્પોરેશનના હોદ્દેદારોએ સ્વૈચ્છિક સંસ્થાઓને અગાઉ ફાળવેલા પ્લોટમાં વનિકરણ થયુ હશે અને જ્યારે જે સ્વૈચ્છિક સંસ્થાઓએ ગ્રીન બેલ્ટના પ્લોટો લોકો માટે ખુલ્લા રાખ્યા નથી તેઓને સુચના આપવામાં આવશે કે આ પ્લોટો લોકો માટે ખુલ્લા રાખવામાં આવે તેમજ વધુ વૃક્ષો વાવવામાં આવે તેમ જાણવા મળે છે.

મેયરની હાજરીમાં વિપક્ષી નેતાને રજૂઆતઃઆંદોલન પડતું મૂકો

સભા પૂરી થયા બાદ ગ્રીન બેલ્ટના પ્લોટ લેનાર સિનિયર સિટીઝન્સ,ગાયત્રી પરીવાર સહિત કેટલીક સ્શ્સ્થાઓના અગ્રણીઓએ ત્તેઓ દ્વારા આ પ્લોટ પર વનિકરણ સાથે અનેક સામાજીક કાર્યો પણ કરવામાં આવે છે. મેયરની હાજરીમાં વિપક્ષી નેતાને આ આંદોલન પડતુ મુકવા રજૂઆત થતાં વિપક્ષી નેતાએ મેયરની હાજરીમાં આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષની ચઢામણીથી મારી સમક્ષ આ રજૂઆત કરાઈ રહી છે.

વધુ એક પ્લોટોને નોટિસ

ગ્રીન બ્લેટના પ્લોટનો દૂરઉપયોગ થતો હોય તેવા ૪૬ પૈકી ૧૯ પ્લોટને નોટીસ આપી કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી ૫ પ્લોટનો કબજાે પાછો લીધો છે. ત્યારે આજે વાઘોડિયા રોડ સ્થિત વધુ પ્લોટને નોટિસ આપી હતી.