વડોદરા : વડોદરામાં અશાંતધારો અમલી છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં કેટલાક વિસ્તારો અને પોલીસ સ્ટેશનોના વિસ્તારોનો અશાંતધારામાં ઉમેરો કરવામાં આવ્યો છે. આજે ઈસ્ટઝોન બિલ્ડર્સ એસો.ની મળેલી બેઠખમાં અશાંતધારામાં રહી ગયેલી કેટલકી તૃટીઓ અને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ સાથે રજૂઆત બેઠકમાં ઉપસ્થિત રહેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ને કરવામાં આવી હતી.  

ખટંબા પાસે ખાનગી પાર્ટી પ્લોટમાં ઈસ્ટ ઝોન બિલ્ડર્સ એસો.ની મળેલી બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાને કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, અશાંત ધારાથી સામાન્ય લોકોને તકલીફ ના પડે અને સમય તેમજ નાણાનો બગાડ ના થાય તેથી અશાંત ધારા અન્વયે એક જ જાણીતા લોકોને મકાન લે-વેચ કરવું હોય તો તેવા કિસ્સામાં પરવાનગી લેવામાંથી મુક્તી આપવા સરકારનું ધ્યાન દોરવા રજૂઆત કરી હતી. અશાંતધારાને અમલ એક જ જાતી ધરાવતા લોકો માટે રદ કરાવવા અપીલ કરી હતી.

ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, ઈસ્ટ ઝોન બિલ્ડર્સ એસો. દ્વારા અશાંત ધારામાં કેટલીત તૃટીઓ રહી ગઈ છે. જેમાં હિન્દુ-હિન્દુને કે મુસ્લીમ-મુસ્લીમને મકાન વેચે તો પણ એનઓસી લેવી પડે છે. જ્યારે સંપૂર્ણ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ હોય તો તેમાં તમામ જાતીના લોકો વેપાર - ધંધા કરતા હોય છે. તેમાં છુટછાટ આપવી જાેઈએ. તેમણે કહ્યું હતું કે, અશાંત ધારા સંદર્ભે કેટલીક બાબતો સરકારના ધ્યાને પણ આવી છે અને રજૂઆત સંદર્ભે સરકારનું ધ્યાન દોરીશું તેમ કહ્યું હતું.

જ્યારે પોલીસ સ્ટેશનવાળું અશાંતધારાનો અમલ કરાયો છે. તેમાં જે તે વિસ્તાર મુજબ કરવો જાેઈએ આ બાબતે કેટલીક ખોટ રહી ગઈ છે. તે સંદર્ભે પણ રજુઆત કરાઈ હતી. જ્યારે ટીપી સ્કીમો નવી બની તેમાં પ્રોપર્ટી કાર્ડ આવ્યા પરંતુ પ્રોપર્ટી કાર્ડનું કામ કરતી કંપની હાલ કામગીરી કરતી નથી જેથઈ પણ મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરાઈ હતી.

ઈસ્ટઝોન બિલ્ડર્સ એસો.ની રચના કરાઈ

પૂર્વ વિસ્તારમાં બિલ્ડરો અને વિસ્તારના વિવિધ પ્રશ્નોના સંદર્ભે પૂર્વ વિસ્તારના બિલ્ડરો દ્વારા નવા ઈસ્ટ ઝોન બિલ્ડર્સ એસો.ની રચના કરવામાં આવી હતી. જેમાં પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક બિલ્ડરો જાેડાયા હતા.