વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની વડી કચેરી ખાતે આજે તરસાલી માર્કેટ ના ધંધાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને માગણી પૂર્ણ કરવા તંત્રને અપીલ કરી હતી. કોર્પોરેશનમાં સુપરત કરેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે તરસાલી માર્કેટના વેપારીઓ સાથે કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ ચર્ચા વિચારણા કરી નથી. તરસાલીમાં જે નવું માર્કેટ આપવાની વાત છે તો એ કઈ રીતે બનાવવાનું છે, તેના નકશા આપવા, હાલમાં ચાલતી તમામ લારીઓ છે તે બધી જ લારી ને જગ્યા આપવા તથા સ્ટ્રીટ વેડિંગ પોલીસી ૨૦૧૪ નો અમલ કરવા માગણી કરી છે .જ્યાં સુધી તેઓને લેખિતમાં આ બધું નહીં મળે ત્યાં સુધી નહીં તેઓ નહી હટે તેમ જણાવ્યુ હતુ .તરસાલી શાકમાર્કેટ એસોસિએશન ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે માર્કેટમાં આશરે ૧૭૦ જેટલી લારી છે અને તમામ લારીઓ ની જગ્યા આપવી જાેઈએ .આ ઉપરાંત જરૂરી સુવિધા પૂરી પાડવા પણ માગણી કરી હતી. છેલ્લા એક વર્ષથી તેઓ લડત ચલાવી રહ્યા છે .ફળોની, શાકભાજી અને અન્ય તમામ લારી ને સુવિધા આપવા ધંધાર્થીઓએ માગણી ઉચ્ચારી હતી.