વડોદરા, તા.૨૨ 

કોરોનાને કારણે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી. જે આપનાર સેંકડો વિદ્યાર્થીઓને હજુ પણ તેના પરિણામ મળ્યા નથી. જેથી આજે એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલરને રજૂઆત કરીને વિદ્યાર્થીઓના પરિણામોને લઈને ચોખવટ કરવા માટે રજૂઆત કરવામાં

આવી હતી.

એમ.એસ.યુનિવર્સીટી દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓઃની ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી. જે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામો યુનિવર્સીટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને તેમના પરિણામો કોઈક કારણોસર મળ્યા નથી અને કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો યુનિવર્સીટીએ રોકી રાખ્યા છે. જોકે, જે વિદ્યાર્થીઓનું પરિણામ રોકી રાખવામાં આવ્યું છે, તે ક્યારે જાહેર કરવામાં આવશે? તે અંગે યુનિવર્સીટી દ્વારા કોઈ ચોખવટ કરવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ આગળના અભ્યાસને લઈને ચિંતિત બન્યા છે. જે