દાહોદ, દાહોદ તાલુકાના નગરાળા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ત્રણ સંતાનો હોવા છતાં બે સંતાનો હોવાની ખોટી એફિડેવિટ કરી ઉમેદવારી ફોર્મમા ખોટી વિગતો ભર્યાનો આક્ષેપ કરતી લેખિત અરજી તેમના હરીફ ઉમેદવારે તાલુકા વિકાસ અધિકારીને આપી નગરાળા તાલુકા પંચાયતની બેઠકની ચૂંટણી રદ કરી ફરી ચૂંટણી કરાવવાની માંગણી કરતા દાહોદ તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ તાલુકાની નગરાળા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર નગરાળા ગામના ગાળા ફળિયામાં રહેતા પ્રતાપભાઈ માનસિંગભાઈ ભુરીયા હતા અને કોંગ્રેસ પક્ષના તે બેઠક પરના ઉમેદવારની નગરાળા ગામના ચારેલ ફળિયામાં રહેતા કિરણભાઈ વરિયાભાઈ ચારેલ હતા. જેમાં ભાજપના ઉમેદવાર પ્રતાપ ભાઈ માનસિંગભાઈ ભુરીયાનો વિજય થયો હતો. આ ભાજપના વિજેતા ઉમેદવાર પ્રતાપભાઈ ભુરીયા પોતાને ત્રણ સંતાનો હોવા છતાં ખરી હકીકત છુપાવી પોતાને બે સંતાન હોવાની ખોટી એફિડેવિટ કરાવી ઉમેદવારી ફોર્મ ભર્યાનો આક્ષેપ ઉતરતી લેખિત અરજી હરીફ ઉમેદવાર કિરણભાઈ વરિયાભાઈ ચારેલએ તાલુકા વિકાસ અધિકારી દાહોદને કરી ચૂંટણી રદ કરવા માંગ કરી હતી.