ગોધરા મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમા ગામમા સસ્તા અનાજની દુકાનમા રેશનકાર્ડ ધારકોને અનાજ સહિતનો જથ્થો પુરતો મળે છેકે નહી તેની તપાસ પુરવઠા વિભાગ દ્વારા ઓચિંતી કરવામા આવે તે અંત્યત જરૂરી બન્યુ છે.હાલતો સસ્તા અનાજની દૂકાન ખાતે મળવા પાત્ર અનાજનો જથ્થો તેમજ કેટલુ અનાજ રેશનકાર્ડ ધારકોને મળશે તેની વિગત લખવામા આવતી નથી. 

મોરવા હડફ તાલુકામાં ૩૦ થી વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે.તેમાની એક માતરીયા વેજમા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ખાતે ૭૦૦થી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો પુરતો મળે છે.કે નહી તેની તપાસ કરવામા પણ પુરવઠા વિભાગ ઉદાસીનતા દાખવી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.હાલતો સસ્તા અનાજની દૂકાન ખાતે રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો કેટલો મળવા પાત્ર છે.તે અંગેની વિગતો પણ લખવામા આવતી નથી.રેશ નકાર્ડ ધારકોને અનાજનો જથ્થો સમયસર મળે છેકે નહી તેની તપાસ સાથે રેશનકાર્ડ ધારકોના હીત માટે આ સસ્તા અનાજના દૂકાનની ઓચીંતી મૂલાકાત લેવામા આવે તે અંત્યત જરૂરી લાગી રહ્યુ છે.આ સસ્તા અનાજની દૂકાન ખાતે પુરવઠા વિભાગના નિયમોનુ પાલન યોગ્ય પાલન થાય તે માટે પુરવઠા વિભાગ નિષ્પક્ષ તપાસ કરશે ખરૂ ? સસ્તા અનાજની દૂકાનમાથી રેશનકાર્ડ ધારકોને આપવામા આવતા અનાજ,કેરોસીનથી અનેક લોકોનુ જીવનનિર્વાહ થાય છે.જીલ્લા પૂરવઠા વિભાગ પણ ઉપરોકત બાબતે ગંભીરતાથી લઇને મીઠી નજર ના રાખીને આ સામે યોગ્ય તપાસ હાથ ધરે તે જરૂરી છે.