વડોદરા,તા.૫  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઝુપડપટ્ટી અને કાચા પાકા મકાનોના આવાસોને જમીનદોસ્ત કરીને એ જમીન પર મકાનો બાંધીને નવા મકાનો આપવાનો વાયદો કરીને અનેકને બેઘર બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આવા આવાસ વિહોણા બની ગયેલા પરિવારોને ઝડપથી આવાસો બનાવીને ફાળવવામાં આવે એવી માગ પાલિકાના કમિશ્નર સ્વરૂપ .પી.સમક્ષ આરએસપીના નેતા રાજેશ આયરે દ્વારા કરવામાં આવી છે. તેઓએ એમના વિસ્તારના રામદેવનગર અને સંજય નગરના મકાનો જમીનદોસ્ત કરાયા પછીથી આજદિન સુધી મકાનોની કામગીરી શરુ કરવામાં આવી નથી. એને તત્કાળ ચાલુ કરીને મકાનોના દસ્તાવેજો કરી આપવાની માગ કરી છે. આ ઉપરાંત રાજેશ આયરી પાલિકાના કમિશ્નર સમક્ષ શહેરના અર્બન હેલ્થ સેન્ટરના છુટા કરાયેલા ૧૫૦ જેટલા કોરોના વોરિયર્સને પુનઃ ફરજ પર લેવાની માગ કરી છે.