વડોદરા, તા.૧૮ 

ગ્રામ રક્ષક દળના જવાનોને માત્ર રૂા.૨૩૦ ચુકવાય છે જ્યારે હોમગાર્ડજવાનોને ૩૦૪ માનદ વેતન ચુકવવામાં આવે છે. બંને દળ એક જ રથના ગ્રામરક્ષક દળના જવાનોનું પગાર ધોરણ વધારી આપવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

જી.આર.ડી.ના જવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ૧૯૫૧માં ગ્રામરક્ષક દળ અને હોમગાર્ડ અલગ કરવામાં આવ્યા અને કાયદાકીય સ્વરૂપ આપીને ફરજની જાેગવાઇઓ અમલમાં મુકવામાં આવી પરંતુ હાલના તબક્કામાં હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના માનદ વેતનમાં ઘણો તફાવત છે. હોમગાર્ડના જવાનોને હાલમાં રૂા.૩૦૪ માનદ વેતન અપાય છે. અને દેશના પોલીસ કોડ પ્રમાણે નક્કી કરાયેલ યુનિફોર્મનું કાપડ, બુટ, લાઠી, ઉપરાંત ટીએડીએ અલગથી આપવામાં આવે છે પરંતુ જીઆરડીના જવાનોને માત્ર રૂા.૨૩૦ માનદ વેતન ચુકવાય છે. અન્ય કોઇ લાભ મળતો નથી. બંનેની ફરજ એક સરખી હોવા છતા અન્યાય કરવામાં આવે છે તેવી રજૂઆત કરી હતી.