પાદરા : પાદરા તાલુકા મામલતદાર કચેરીમાં ખેડૂતોની જમીનના જૂના ૭/૧૨ના ઉતારા તેમજ શરતફેર સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોના કામ નહીં થતા હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. પાદરા તાલુકા મામલતદાર કચેરીના પટાંગણમાં પાદરા શહેર-તાલુકાના ખેડૂતો સરકારની ગાઈડલાઈન, માસ્ક, ડિસ્ટન્સિંગ સાથે ભેગા મળ્યા હતા. પાદરા તાલુકાની જમીનોને મામલતદાર કચેરીમાં ખેડૂતોના જમીનના વિવિધ પ્રશ્નો અને ધરમધક્કા ખાવા પડે છે. ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડે છે જે અંગે સૂત્રોચ્ચાર કરી પાદરા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાદરા તાલુકાના મામલતદાર કચેરીમાં લોકોના, ખેડૂતોના પ્રશ્નોને મુશ્કેલીઓને કારણે મામલતદારને આવેદનપત્ર આપતાં હડકંપ મચી જવા પામ્યો હતો અને હવે પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ આપી હતી.   

પાદરા તાલુકામાં આશરે ૧૦૦ જેટલા નાના મોટા ગામો આવેલા છે તેમના જમીનને લગતા જે પ્રશ્નો છે તે બાબતે વિગતવાર જવાબ આપવા લેખિત રજૂઆત કરી હતી. જેમાં કચેરી દ્વારા સુધારા હુકમો માટે અરજ કરતા મૌખિક જવાબો મળે છે. સુધારા હુકમ અમારી કચેરી દ્વારા કરવામાં આવી શકે તેમ ન હોઈ પ્રાંત અધિકારી કચેરીમાં સુધારા અરજ કરવાનું જણાવે છે.